Home

chalti patti

"મારા ગેરીતાના રાવલ તપોધન ભાઈઓ આ વેબસાઈટમા આપનુ સ્વાગત છે. "

translate in your language /બ્લોગ ની ભાષા બદલો

"મારી પાસે જે વિગત છે તે મેં મુકેલી છે જો એમાં કઈ બદલાવ હોય તો સાચી માહિતી આપીને મદદ કરવી,માહિત માટેનું ફોર્મ અને વિગત માટેનું ફોર્મ ઉપર આપેલું છે. "

Friday 1 May 2020

ડી. એમ. રાવલ

                  જીવંત અને સેવાભાવી વ્યક્તિત્વ
ડી. એમ. રાવલ

  એમના  પુસ્તકમાંથી

ડાહ્યાભાઈ તરીકે જેઓને હું નાનપણથી ઓળખું છું, તેઓને આજે બધા ડી.એમ.રાવલ તરીકે જાણે છે. ૧૯૫૦ની સાલ આજે મને યાદ આવે છે કે હું અને ડાહ્યાભાઈ ગેરીતાથી ગવાડા ચાલતા ભણવા જતા હતા. ડાહ્યાભાઈનું વ્યક્તિત્વ એ વખતે શાંત, ધીર અને બીજાને મદદરૂપ બનવાની ભાવના સભર હતું.

વર્ષો વીતી ગયા પછી સને ૧૯૮૧માં હું જિલ્લા પંચાયતમાં ચૂંટાયો ત્યારે ડાહ્યાભાઈ મને ફરી મળ્યા. પોતે ગુજરાત સરકારના પંચાયત વિભાગમાં સર્વિસ કરતા હતા. પંચાયત ધારાના નિષ્ણાત , ઝીણામાં ઝીણી બાબતોનો પૂરો ખ્યાલ, પોતે અભ્યાસી હોવાથી મને તેઓના પ્રત્યે વિશેષ માન ઉભું થયું. ને જૂના સાથી તરીકે વારંવાર મળવાનો ઉમળકો જાગે, હું મળતો રહ્યો ને તેઓ પણ મને મળતા રહ્યા.

સને ૧૯૮૨-૮૩માં તેઓ “તપોધન બ્રાહ્મણોનો ઈતિહાસ લખવા માટે શું કરવું ? તે માટે મારી પાસે આવ્યા. લેખન મારો વિષય હતો. મારાં ઘણાં પુસ્તકો પ્રગટ  થયેલાં. લેખન તરીકેનો ડાહ્યાભાઈનો કોઈ અનુભવ નહિ. મેં તે વખતે કેટલીક નોંધો લખીને આપી, ને તેઓ એ બધા કાગળો લઈને ગયા, પછી મને ખબર ન હતી કે ડાહ્યાભાઈએ આગળ શું કર્યું ? વચ્ચે કોઈવાર મળવાનું થતું પણ “તપોધન બ્રાહ્મણના ઈતિહાસ' વિષેની કોઈ વાત થતી ન હતી.

છેલ્લે ૨૦૦૬ની દિવાળી પહેલાં મને ૧૯૮૩માં લખેલા તપોધન બ્રાહ્મણો વિષેના કાગળો સાથે મળ્યા ને કહ્યું, “મારે પુસ્તક પ્રગટ કરવું છે, શું કરવું?”' મને થયું કે ૧૯૮૩માં ભેગા કરેલા કાગળોને હવે ૨૦૦૬માં લઈને આવ્યા છે, જેથી તેઓની ક છપાવવાની ગંભીરતા જોવા મળતી નથી. ભલે આજે લાગણીમાં વાત કરી છે,  કાલે  જશે. એટલે મેં કહેલું કે “હવે દિવાળી પછી વિચારજો કે શું કરવું ?'' તેઓ સ્પષ્ટ હતા, “ના ના દિવાળી પહેલાં છપાવી દેવું છે, જે કંઈ કરવું ,”  પોતાના પગમાં ચાલવાની તકલીફ હોવા છતાં।…...                                                          
     




 આપની પાસે ની માહિતી કે લેખ આપ નીચેની લિંક પર થી મોકલી શકો છો 

ગેરીતા રાવલ પેઢીની વડાની યાદી