Home

chalti patti

"મારા ગેરીતાના રાવલ તપોધન ભાઈઓ આ વેબસાઈટમા આપનુ સ્વાગત છે. "

translate in your language /બ્લોગ ની ભાષા બદલો

"મારી પાસે જે વિગત છે તે મેં મુકેલી છે જો એમાં કઈ બદલાવ હોય તો સાચી માહિતી આપીને મદદ કરવી,માહિત માટેનું ફોર્મ અને વિગત માટેનું ફોર્મ ઉપર આપેલું છે. "

જોઈતારામ કેવળદાસ રાવલ પરિવાર

જોઈતારામ કેવળદાસ રાવલ પરિવાર ની માહિતી


                  જોઈતારામ કેવળદાસ રાવલ
પશીબેન જોઈતારામ રાવલ 
                               
જોઈતારામ કેવળદાસ રાવલ  નો  પરિચય


જોઈતારામ કેવળદાસ રાવલ એમના વિશે પરિચય આપવો કે એમનું વર્ણન કરવું એ શબ્દોની સીમા રેખાને પેલે પાર જવા જેટલું અઘરું છે.એમના કોમળ સ્વભાવ અને એમની ધાર્મિક લાગણીનું વિસ્તૃતિકરણ  કદાચ મારા માટે અઘરું અને અવર્ણનીય છે ,છતાં પણ આપણા ગામના વડીલો કે જેમણે એમના સ્વભાવ અને એમના સંઘર્ષ તેમજ એમની ત્યાગ ભાવના વિશે વાત કરી તો એ સહર્ષ એમની કથામૃત સાંભળીને મારુ મન એક રીતે આનંદિત બન્યું અને બીજી બાજુ દુઃખી પણ થયું એનો અર્થ એ નથી કે એમની સાથે કોઈ એવી ઘટના બની કે જેના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પણ એનો અર્થ એવો કે એમને જોવાનો લાવો હું લઇ શકયો નથી અને એમના પાવન  અને પવિત્ર પ્રેમ અને સ્નેહ ને એમના થકી હું પામી શકવાથી વંચિત રહ્યો.


દાદા નો પવિત્ર પ્રેમ અને લાગણી તો કદાચ નસીબદારને જ મળે એ સાચું છે। પણ મને ગર્વ છે કે હું એમનો વંશજ છું. અને એમના પુત્રના પુત્ર થવાનો મને અદ્દભુત  લાવો મળ્યો છે.

હવે જો વાત કરીએ તો જોઈતારામ કેવળદાસ રાવલ એટલે એક એવું વ્યક્તિત્વ કે જેના ધ્વારા અમારા પરિવાર ને એમના   સરળ , શાંત અને સંત સંમૃદ્ધ  સ્વભાવ નો પેઢીને  વારસો મળ્યો અને આજે પણ એમની  આ પવિત્ર સેવા ના કારણે અમારા પરિવાર ને સુખ ,સમૃદ્ધિ અને પ્રેમ સેવા લાગણી નો પ્રભાવ એમના થકી અમારા પર આજે પણ છે.


એમના પત્ની એટલે મારા દાદીમા  પશીબેન જોઈતારામ રાવલ મારા દાદી પણ દાદાની  જેમ જ કોમળ અને શાંત  સ્વભાવ ધરાવતા હતા.


એમના પાંચ પુત્રો હતા ,

જેમાં સૌથી મોટા વિષ્ણુભાઈ , ત્યાર પછી બચુભાઈ, ગોરધનભાઈ, કનૈયાલાલ  અને અરવિંદભાઈ એમ એમના પરિવાર માં ખુબ જ પ્રેમ અને લાગણી સભર જીવનની શરૂઆત થઈ.



   વિષ્ણુભાઈ જોઈતારામ રાવલ  




4.અરવિંદભાઈ જોઇતરામ રાવલ

પેઢીની વિગત જોવા માટે  નામ કે ફોટા ને અડવાથી ખુલશે 


એમની વાત કરતા વડીલો કહે છે એમનો સ્વભાવ ખુબજ સરળ હતો ,અને હંમેશા તે શાંત પ્રકૃતિ ધરાવતા હતા.તમેની કામ કરવાની રીત સામેવાળાને  આંજીને લાગણીથી ગદગદ કરી મૂકતી। તેમની વાત ને કોઈ અસ્વીકાર કરીને અટકાવે એવો તો તેમનો સ્વભાવ જ ન હતો।  તે તો હંમેશા પોતાના કાર્ય અને પોતાની ભગવદ ભક્તિ માં જ રચ્યાપચ્યા રહેતા। કોઈ આવે તો એમની લાગણીને સમજીને એમનું સ્વાગત કરવામાં પણ એ પાછા  ન હતા , એમના દ્વારા કરવામાં આવેલા કાર્યને પણ લોકો સહર્ષ સ્વીકારી લેતા ,તેમ છતાં પણ એ પોતાના કાર્ય થી  આવનારના મનને વધારે સંતોષ આપવાનો પ્રયાસ કરતા..



દેખાવમાં એ કદમાં ઊંચા અને પાતળો  બાંધો ધરાવતા હતા , હંમેશા શાંત રહીને તે  પોતાના અપ્રતિમ સ્વભાવનું વર્ણન પણ જાતે જ આપતા ,સામે વાળા  ને આંજી દે તેવો તેમનો ચહેરો અને સામે વાળાના મનને  મોહી લે તેવી  તેમની શાંત વાણી અને વાતચીત  કરવાની છટા , એમના આવા લાગણીશીલ સ્વભાવને કારણે જ તે બધા ના માનીતા બનીને જીવન ને નિર્વાહ કરીને પોતાના અડગ પથ પર આગળ ને આગળ વધતા રહ્યા ,



ત્યાર પછી પોલીસ તરીકે પણ તેમણે  ફરજ બજાવેલી છે પણ સમય સમય નું કામ કરે છે તેમણે  પોલીસ તરીકેની નોકરી ને છોડી દીધી ત્યાર પછી ,કડિયા કામ અને ગેરીતા ગામમાં આવેલા શ્રી નીલકંઠ મહાદેવ મંદિરમાં પૂજા પણ કરતા હતા. ભગવાનની પૂજા , ભગવાનની ભક્તિ અને એમની કૃપા ને એમની અપ્રતિમ સેવા  નીલકંઠ મહાદેવ ના ચરણ માં આજે પણ દેખાઈ  આવે છે. અને એમની આ ભક્તિ અને સેવા ભાવનાને લોકો આજે પણ યાદ કરીને એમની આ અપ્રતિમ છબીને મારી સમક્ષ તાજી કરીને એમના દર્શનની લોલુપતા મારી અંદર જગાવીને મારા મનને આજે પણ ગર્વનો અનુભવ કરાવીને એમની અકલ્પનિય છબીને મારી સમક્ષ લાવીને મૂકી દે છે, હું એમને જોઈ તો નથી શક્યો પણ  એમને આજે પણ મારી સમક્ષ અનુભવી શકુ છું, અને એ એમના સરળ અને સૌમ્ય સ્વભાવથી જાણે અમે આશિષ આપતા હોય એવું લાગે છે.કદાચ એમની આ નિ:સ્વાર્થ અને અલોલુપ ભક્તિ ભાવનાથી એમના ચાર પુત્રો સમૃદ્ધિ સભર અને સુખી જીવન પસાર કરે છે.અને ચારેય પુત્રો ને એમના અને શ્રી નીલકંઠ મહાદેવ તેમજ માતાજીની કૃપાથી સરકારી નોકરી અને વિશાળ પરિવાર ની મેદની મળી છે.



શ્રી નીલકંઠ મહાદેવ અને માતાજી ના તેમજ આ સંત  અને  પવિત્ર આત્મા ના આજે પણ અમારા પરિવાર પર સ્નેહ અને કૃપા દ્રષ્ટિ વરસાવી રહ્યા છે અને એમના પવિત્ર આશીર્વાદ અમારા પરિવાને આપી રહ્યા છે.  દાદા તમારી કૃપા અને તમારા આશીર્વાદ અમને અને આવનારી પેઢીને  સદાય માટે મળતો રહે। 


જો આપ પણ આપની  માહિતી ને  વેબસાઈટ પર પ્રકાશિત કરવા ઇચ્છતા હોવ તો આપ નીચેની લિંક પરથી ફોર્મ ભરી શકાશે 

ગેરીતા રાવલ પેઢીની વડાની યાદી