Home

chalti patti

"મારા ગેરીતાના રાવલ તપોધન ભાઈઓ આ વેબસાઈટમા આપનુ સ્વાગત છે. "

translate in your language /બ્લોગ ની ભાષા બદલો

"મારી પાસે જે વિગત છે તે મેં મુકેલી છે જો એમાં કઈ બદલાવ હોય તો સાચી માહિતી આપીને મદદ કરવી,માહિત માટેનું ફોર્મ અને વિગત માટેનું ફોર્મ ઉપર આપેલું છે. "

Friday 4 June 2021

22 ઘર પરિવાર (સાતડીયા ૭ ભાઈઓનો પરિવાર)

📿🔱ॐ||શ્રી ગણેશાય નમઃ ||ॐ🔱📿

📿🔱ॐ||કુળ દેવતા શ્રી મહાદેવાય નમઃ ||ॐ🔱📿

📿🔱ॐ||કુળ દેવી શ્રી મહાકાળી માતાય નમઃ ||ॐ🔱📿 

📿🔱ॐ|| શ્રી વારાહી માતાય નમઃ ||ॐ🔱📿

📿🔱ॐ||સર્વ માતૃ- પિતૃ દેવતાય નમઃ||ॐ🔱📿

ગોત્ર ભારદ્વાજ

પરમ પૂજ્ય શ્રી દેવરામ દાદા ના પુત્ર

 

શ્રી અંબારામ દાદા

 

 શ્રી મહાદેવ રામ દાદા 

શ્રી તુલસીરામ દાદા 

 

શ્રી  વસ્તારામ દાદા

શ્રી  ગુલાબચંદ દાદા 

 


ગુલાબચંદ વસ્તારામ રાવલ પરિવાર 

ના પુત્રો 

દત્તરામ ગુલાબચંદ રાવલ 

હેમચંદ ગુલાબચંદ રાવલ 

નરભેરામ ગુલાબચંદ રાવલ 

લક્ષ્મીચંદ ( ખેમચંદ ) ગુલાબચંદ રાવલ 

વખતરામ ગુલાબચંદ રાવલ 

દોલતરામ ગુલાબચંદ રાવલ 

આદિતરામ ગુલાબચંદ રાવલ 


 22 ઘર એટલે શ્રી ગુલાબચંદ વસ્તારામ રાવલ નો પરિવાર 

શ્રી ગુલાબચંદ દાદાને સાત દીકરા હતા તેથી

 તે  દીકરાના પરિવાર સાતળિયા કહેવાયા (સાત થળા) 

અને સાત ભાઈઓ નો પરિવાર એટલે 22 ઘર


ઘટારામ  વસ્તાર ત્રણ ઘર

સુંદરદાસ વસ્તાર ત્રણ ઘર

 કુલ છ ઘર એટલે  છઘડિયા પરિવાર એટલે ૧૮ ઘર

૨૨+૧૮= ૪૦ ઘર

૪૦ ઘર ગેરીતા રાવલ તપોધન બ્રાહ્મણ પરિવાર. 


  આ લેખના પ્રેરણાસ્ત્રોત ભાઈ શ્રી યોગેશભાઈ રમણભાઈ રાવલનો ખુબ ખુબ આભાર કે જેમણે ભાઈઓને ઉપયોગી થાય અને કાયમ માટે જરૂરી હોય એવો સરસ મજાનો લેખ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને મદદ કરી.


આ લેખના પ્રેરણાસ્ત્રોત 
યોગેશભાઈ રમણભાઈ રાવલ

Wednesday 26 May 2021

પુસ્તકમાં સ્થાન

 આપણા  ગેરીતા ગામના ભુમિલભાઈ રાવલને

કવિ ( Co-Author) તરીકે બ્લેક નામના (Only Black) પુસ્તકમાં સ્થાન મળ્યું એ બદલ ખુબ ખુબ અભિનંદન 



એટલું જ નહીં પણ આ બુક એમેઝોન પર પણ મળે છે

Saturday 22 May 2021

પ્રથમ (પુત્ર )દીકરાના જન્મ વખતે માતાજીના નોરતે કેવી રીતે બેસવાનું અને શું કરવું ?

માતાજીની નવરાત્રિમાં ઉપાસના

⭐➤ ૧.

નવરાત્રિના પ્રથમ નોરતા- 

પ્રથમ નોરતે સૌથી પહેલા તો  ધરના કોઈ એક જ વ્યક્તિ એ ઉપવાસ કરવાનો હોય છે, જે ઉપવાસ નવ દિવસ સુધી એજ વ્યક્તિ એ કરવાના હોય છે (ફળ, દુધ લઈ શકાય) અને પહેલા જ દિવસે એક તપેલી લઈ તેમાં થોડા ઘઉં રાખવાના અને એક  કોડિયું લઈને તેમાં એક લાંબી, મોટી વાટ બનાવવાની એ કોડિયામાં ઘી પૂરીને, તેના પર જાળીવાળી ચારણી ઢાંકી ને જે દિવો ઉપાડનાર વ્યક્તિ હોય તેણે માથે ટોપી પહેરીને ઉઘાડા પગે, પોતાના પરિવાર સાથે વારાહી માતાજીના મંદિરમાં જવાનું હોય છે.


માં વારાહી ના પ્રેમથી દર્શન કરવાના અને માને વિનંતી કરવાની હે માં તારી દયા અને કૃપા હંમેશા અમારા ઉપર રાખજે ત્યારબાદ માં વારાહી માતાના ગોખ માંથી🪔દીવો પ્રગટાવીને તે 🪔દીવો ઘરે લાવવાનો હોય છે જ્યારે તમે🪔દીવો લઈને ઘરના આંગણે પહોંચો ત્યારે તે 🪔દીવા ઉપરથી પાંચ વખત લોટાનું પાણી ઉતારીને બહાર રેડી દેવું, ત્યારબાદ તે દીવા 🪔ની સ્થાપના ઘરમાં મુકેલા બાજોઠ ઉપર કરવાની અને માતાજીના મંદિરમાંથી લાવેલા 🪔 દીવાની જ્યોત માંથી જ ઘરનો ચૂલો કે ગેસ પ્રગટાવીને એમાંથી દાળ , ભાત, શાક ,રોટલી અને કંસાર,વગેરે રસોઈ બનાવવી અને રાત્રે પરિવાર ના બાકી ના બધાએ જમવું. 

નોધ : - 

🪔 દીવાની જ્યોત નેે નવ દિવસ સુધી અખંડ રાખવાાની હોય છે

⭐➤  ૨. 

નવરાત્રિના  બીજા ,ત્રીજા અને ચોથા નોરતે નકોરડા ઉપવાસ કરવાના હોય છે.(ફળ અને દૂધ લઈ શકાય.) 

➤ ૩.

 નવરાત્રિના પાંચમાં નોરતાથી સાતમા નોરતા સુધી એક ટાઈમ ફરાળ લઇ શકાય અને ફળ દૂધ પણ ખવાય. 

⭐➤ ૪.

 આઠમું નોરતું નકોરડો કરવાનું. 

⭐➤ ૫.

નવમાં નોરતે -


🪔🚩નિવેધ🚩🪔

નિવેધ અલગ બનાવવું - નવ નૈવેધ ની યાદી

૧. લાડુ 

૨.પુરી 

૩.રોટલી

 ૪.ગવાર 

૫.બાજરી 

૬.કોળુ 

૭.ખીર 

૮.ચોળા 

૯.વડા 

➤   આ સિવાય સાથે દાળ ભાત શાક ચણા અને ફૂલવડી પણ બનાવી શકાય.

➤  ત્યારબાદ બપોરે પ્રસાદ ચાલીસ ઘર સાથે મળીને જમવાનો. 

➤  નોરતે બેઠા પછી કાળી ચૌદસની રાતે ગરબો લાવીને અંબાજી માતાજીના મંદિર ગરબા ગવડાવી, તે ગરબાને શ્રી વારાહી માતાજીના મંદિરમાં ગર્ભદ્વારમાં મૂકવાનો હોય છે. આ રીતે પ્રથમ પુત્ર વખતે કરવામાં આવતી વિધિ હોય છે. 


➤  આ લેખના પ્રેરણાસ્ત્રોત ભાઈ શ્રી યોગેશભાઈ રમણભાઈ રાવલનો ખુબ ખુબ આભાર કે જેમણે ભાઈઓને ઉપયોગી થાય અને કાયમ માટે જરૂરી હોય એવો સરસ મજાનો લેખ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને મદદ કરી.


આ લેખના પ્રેરણાસ્ત્રોત
યોગેશભાઈ રમણભાઈ રાવલ

Friday 23 April 2021

ગેરિતા ગામ માં ગેસ પાઇપ લાઈન લાવવા વિચારણા છે.

 ગેરિતા ગામ માં ગેસ પાઇપ લાઈન લાવવા વિચારણા છે.


*અહી થી ફોર્મ ભરો*

🕉👆👆👆🕉

*ઇચ્છિત ઉમેદવારે ઉપર આપેલી ફોર્મલીંક ઉપર ક્લિક કરીને (ટચ કરી) ફોર્મ ભરી ને આપનું નામ નોંધવવું*

આ ફોર્મ ભરવાનો ગાળો આજની *તારીખ 22 /4 /2021          થી          30 /4 /2021* સુધીનો રહેશે 

ત્યાર પછી નો કનેક્શન માટે નો વ્યવહાર તમારે જાતે કરાવવાનો રહેશે *સ્વખર્ચે*

ગેરિતા ના સ્નેહી બંધુઓ મજામાં હશો.

આપડા ગામ માં ગેસ પાઇપ લાઈન લાવવા વિચારણા છે.

ગુજરાત ગેસ ના નિયમ પ્રમાણે જો 100 કે તેથી વધુ જોડાણ લેનાર ઉપભોક્તા અરજી કરે તો આ બાબત ઉપર પ્રગતિ થાય જો ગેરિતા ના રાવલ ભાઈઓ આ બાબતે સહયોગ આપે તો ભાઈઓ તરફ થી આપણે પણ નામ લખાવી શકીએ માટે જે ભાઈઓ ને ઈચ્છા હોય તે પોતાના નામ સાથે નંબર આપી સહયોગ આપો.

જેથી હાલ જે ભાઈઓ ગેરિતા માં હાજર છે તે દરેક ગેરિતા ના બહાર વસવાટ કરતા ભાઈઓ માટે આ વિષય ઉપર કામ કરી શકે માટે દરેક ભાઈઓ નો સહયોગ સમંતી જણાવી જરૂરી છે.

અહી થી ફોર્મ ભરો

*ઇચ્છિત ઉમેદવારે ઉપર આપેલી ફોર્મલીંક ઉપર ક્લિક કરીને (ટચ કરી) ફોર્મ ભરી અથવાતો નિચે આપેલા ફોર્મ ને ટચ કરીને આપનું નામ નોંધવવું*

વધુ જાણકારી માટે સંપર્ક કરો.

ગુણવંત ભાઈ 9925565066

નરેશ ભાઈ 9869136100

પીયૂષ ભાઈ 9892442086

         

 આપનો સ્નેહી બંધુ

જય મહાકાલ



ગેરીતા રાવલ પેઢીની વડાની યાદી