Home

chalti patti

"મારા ગેરીતાના રાવલ તપોધન ભાઈઓ આ વેબસાઈટમા આપનુ સ્વાગત છે. "

translate in your language /બ્લોગ ની ભાષા બદલો

"મારી પાસે જે વિગત છે તે મેં મુકેલી છે જો એમાં કઈ બદલાવ હોય તો સાચી માહિતી આપીને મદદ કરવી,માહિત માટેનું ફોર્મ અને વિગત માટેનું ફોર્મ ઉપર આપેલું છે. "

Saturday 22 May 2021

પ્રથમ (પુત્ર )દીકરાના જન્મ વખતે માતાજીના નોરતે કેવી રીતે બેસવાનું અને શું કરવું ?

માતાજીની નવરાત્રિમાં ઉપાસના

⭐➤ ૧.

નવરાત્રિના પ્રથમ નોરતા- 

પ્રથમ નોરતે સૌથી પહેલા તો  ધરના કોઈ એક જ વ્યક્તિ એ ઉપવાસ કરવાનો હોય છે, જે ઉપવાસ નવ દિવસ સુધી એજ વ્યક્તિ એ કરવાના હોય છે (ફળ, દુધ લઈ શકાય) અને પહેલા જ દિવસે એક તપેલી લઈ તેમાં થોડા ઘઉં રાખવાના અને એક  કોડિયું લઈને તેમાં એક લાંબી, મોટી વાટ બનાવવાની એ કોડિયામાં ઘી પૂરીને, તેના પર જાળીવાળી ચારણી ઢાંકી ને જે દિવો ઉપાડનાર વ્યક્તિ હોય તેણે માથે ટોપી પહેરીને ઉઘાડા પગે, પોતાના પરિવાર સાથે વારાહી માતાજીના મંદિરમાં જવાનું હોય છે.


માં વારાહી ના પ્રેમથી દર્શન કરવાના અને માને વિનંતી કરવાની હે માં તારી દયા અને કૃપા હંમેશા અમારા ઉપર રાખજે ત્યારબાદ માં વારાહી માતાના ગોખ માંથી🪔દીવો પ્રગટાવીને તે 🪔દીવો ઘરે લાવવાનો હોય છે જ્યારે તમે🪔દીવો લઈને ઘરના આંગણે પહોંચો ત્યારે તે 🪔દીવા ઉપરથી પાંચ વખત લોટાનું પાણી ઉતારીને બહાર રેડી દેવું, ત્યારબાદ તે દીવા 🪔ની સ્થાપના ઘરમાં મુકેલા બાજોઠ ઉપર કરવાની અને માતાજીના મંદિરમાંથી લાવેલા 🪔 દીવાની જ્યોત માંથી જ ઘરનો ચૂલો કે ગેસ પ્રગટાવીને એમાંથી દાળ , ભાત, શાક ,રોટલી અને કંસાર,વગેરે રસોઈ બનાવવી અને રાત્રે પરિવાર ના બાકી ના બધાએ જમવું. 

નોધ : - 

🪔 દીવાની જ્યોત નેે નવ દિવસ સુધી અખંડ રાખવાાની હોય છે

⭐➤  ૨. 

નવરાત્રિના  બીજા ,ત્રીજા અને ચોથા નોરતે નકોરડા ઉપવાસ કરવાના હોય છે.(ફળ અને દૂધ લઈ શકાય.) 

➤ ૩.

 નવરાત્રિના પાંચમાં નોરતાથી સાતમા નોરતા સુધી એક ટાઈમ ફરાળ લઇ શકાય અને ફળ દૂધ પણ ખવાય. 

⭐➤ ૪.

 આઠમું નોરતું નકોરડો કરવાનું. 

⭐➤ ૫.

નવમાં નોરતે -


🪔🚩નિવેધ🚩🪔

નિવેધ અલગ બનાવવું - નવ નૈવેધ ની યાદી

૧. લાડુ 

૨.પુરી 

૩.રોટલી

 ૪.ગવાર 

૫.બાજરી 

૬.કોળુ 

૭.ખીર 

૮.ચોળા 

૯.વડા 

➤   આ સિવાય સાથે દાળ ભાત શાક ચણા અને ફૂલવડી પણ બનાવી શકાય.

➤  ત્યારબાદ બપોરે પ્રસાદ ચાલીસ ઘર સાથે મળીને જમવાનો. 

➤  નોરતે બેઠા પછી કાળી ચૌદસની રાતે ગરબો લાવીને અંબાજી માતાજીના મંદિર ગરબા ગવડાવી, તે ગરબાને શ્રી વારાહી માતાજીના મંદિરમાં ગર્ભદ્વારમાં મૂકવાનો હોય છે. આ રીતે પ્રથમ પુત્ર વખતે કરવામાં આવતી વિધિ હોય છે. 


➤  આ લેખના પ્રેરણાસ્ત્રોત ભાઈ શ્રી યોગેશભાઈ રમણભાઈ રાવલનો ખુબ ખુબ આભાર કે જેમણે ભાઈઓને ઉપયોગી થાય અને કાયમ માટે જરૂરી હોય એવો સરસ મજાનો લેખ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને મદદ કરી.


આ લેખના પ્રેરણાસ્ત્રોત
યોગેશભાઈ રમણભાઈ રાવલ

ગેરીતા રાવલ પેઢીની વડાની યાદી