Home

chalti patti

"મારા ગેરીતાના રાવલ તપોધન ભાઈઓ આ વેબસાઈટમા આપનુ સ્વાગત છે. "

translate in your language /બ્લોગ ની ભાષા બદલો

"મારી પાસે જે વિગત છે તે મેં મુકેલી છે જો એમાં કઈ બદલાવ હોય તો સાચી માહિતી આપીને મદદ કરવી,માહિત માટેનું ફોર્મ અને વિગત માટેનું ફોર્મ ઉપર આપેલું છે. "

Sunday 27 March 2022

ગીરીશભાઈ રાવલ એક બનતું વ્યક્તિત્વ

 બ્રિજેશ કુમાર અરવિંદભાઈ રાવલ, ગેરીતા ના વિચારે ગીરીશભાઈ રાવલનું વ્યક્તિત્વ


ગીરીશભાઈ બાબુલાલ વલ્લભરામ રાવલ એવું વ્યક્તિત્વ 

જેમ ને હું નાનપણથી જાણું છું અને તમે પણ સારી રીતે ઓળખો છો પણ કદાચ એમ કહી શકું કે નાનપણથી જ એમની સાથે વાતચીત અને મુલાકાત થયેલી છે એના આધારે મારા વિચારે એમના વ્યક્તિત્વનું વર્ણન કરવાનું મન થયું છે. 

એટલે થી શરૂ કરીએ કે જ્યારે અમે નાના હતા  પાંચમા કે છઠ્ઠા ધોરણમાં ભણતા હોઈશું ત્યારે ચિત્ર દોરવાનું હોય કે રંગ ભરવાના હોય તો અમે દોડીને ગીરીશભાઈ ની પાસે જતા કદાચ તમે મારી ઉંમરના કે આસપાસના હશો તો તમે પણ ગયા હશો એ ચિત્ર અને એટલા સરળતાથી દોરી આપતા કે એ દશ્ય જોઈને અમને એમ લાગતું કે કાગળ પર એમની પેન્સિલ જાણે એક  પેઇન્ટરની પેન્સિલ ફરતી હોય અને એમનું કામ જોઈને અમને પણ રસ પડતો ને અમે પણ ખૂબ બધા ચિત્રો દોરવા બેસી જતા પણ આખરે સારું ચિત્ર ન બનતા એને છોડી દેતા.

એમ કહીએ તો ગીરીશભાઈ ને ભણવા માટે એટલો બધો રસ ન હતો પણ ચિત્ર દોરવા એમને ખૂબ ગમતા  અને એ વાતની સાબિતી એ છે કે તમારા ઘરે લગ્ન પ્રસંગ હશે તો એમાં ગણેશ પૂજા ના ગણપતિ દાદા નુ ચિત્ર કદાચ તમારા ઘરમાં ગીરીશભાઈ રાવલે જ દોરેલું હશે.

એમના વ્યક્તિત્વની વાત સ્કૂલમાં મારા વિદ્યાર્થીઓ આગળ પણ કરેલી છે કેવી રીતે કોઈ વ્યક્તિ પોતાના વારંવારના પ્રયાસ થી સફળતા પ્રાપ્ત કરી શકે છે અને એનું ઉદાહરણ જો આપણા ભાઈઓ માં હોય તો ગીરીશભાઈ બાબુલાલ રાવલ. 

ત્યાર પછીની વાત કરીએ તો એ વાંસળી વગાડતા ,વાસળી એટલે કે પાવો પાવા માં એવો તે અવાજ નીકળતો કે અમે પણ પાવો ખરીદી આવતા પણ એમના જેવું વગાડતા જતા પણ ના આવડતા પ્રયાસ છોડી દેતા. 

ત્યાર પછી વાત કરીએ તો એમને વારાહી માતાના મંદિરમાં નવરાત્રિના ગરબા ગાવાનું શરૂ કર્યું એ સમયે કદાચ ઘણા લોકો એમની ખૂબ મજાક ઉડાવી પણ એ વાતને એમણે ધ્યાનમાં  ના લીધી, એમના મનમાં તો બસ એક ગાયક વરસી ગયો હતો ત્યાર પછી એમણે રામજી મંદિરમાં બહુ જ યાદ નથી  પણ ઘણા વર્ષો સુધી બે ,બે ને ત્રણ કલાક સુધી ભગવાન ના ભજનો ગાયા એ જ ભજન ભજન ગાતા ગાતા કોઈપણ  કોઈપણ સુરતાલ વગર જેમ તેમણે ગાવાની મર્યાદા ને પેલે પાર જઈને પોતાનો કંઠ સુરીલો બનાવી દીધો એમ કોઈ પણ જાતના લય અને તાલ વગર ભજનની સાથે સાથે સરસ મજાનો ઢોલક વગાડતા પણ થઈ ગયા 

અને આ બધું જ એમણે પ્રભુભક્તિમાં શીખ્યું ઈશ્વર ની ભક્તિ માતાજી પર અતૂટ શ્રદ્ધા અને પિતૃઓના આશીર્વાદથી  તેમજ નિખાલસ સ્વભાવ ને કારણે આજે એવો આપણા ભાઈઓ માટે કેવું ઉદાહરણ બની ગયા કે આપણે કોઈને કહી શકીએ શૂન્યમાંથી સર્જન તરફ દ્રઢ શ્રદ્ધા અને વિશ્વાસથી આગળ વધીને કરી શકાય છે.

ગીરીશભાઈ રાવલ ને જે લોકો સાંભળવા માગતા ન હતા એજ લોકો નવરાત્રિમાં ગરબા ગાવાનો આમંત્રણ આપવા લાગ્યા. 

અને 

જે જગ્યાએ ગાવાની શરૂઆત થી મજાક ઉડાવી હતી એ જ ગીત દ્વારા પ્રસિદ્ધિ પામવી એ એક સફળતા નથી તો શું છે  ?

આજે એ જ ગીરીશભાઈ ના સુંદર ,મધુર અને મીઠા સ્વરમાં માતાજીની આરતી જય આધ્યા શક્તિ દ્વારા એમને એક સ્ટુડિયોમાં ગાવાની તક મળી અને પ્રસિદ્ધિ પામ્યા.


એવું કહી શકાય કે જો તમારી શ્રદ્ધા અતૂટ હશે અને તમને વિશ્વાસ હશે અને તમે પોતાના પ્રયત્નથી પાછા નહીં પડો તો ચોક્કસ એક દિવસ તમે સારી જગ્યાએ હશો અને લોકોને તમારી મહેનત અને પ્રયાસથી પ્રાપ્ત કરેલા વ્યક્તિત્વનું ઉદાહરણ આપવાનું મન થશે, 

કેવી રીતે કોઈ વ્યક્તિ એક પછી એક કાર્યમાં નિષ્ણાત બનતો જાય છે ચિત્ર ,પાવો  ,ભજન,ઢોલક, ગરબા  ને આજે ગાયક એક વ્યક્તિ મા  આટલા બધા કલાકારો

 મારા મતે એ વ્યક્તિવિશેષ જ કહેવાય કહેવા જઈએ તો ઘણું બધું છે,

પણ એજ ગિરીશભાઈએ આજે પ્રાપ્ત કરેલ વિશેષ પદ નું ગર્વ અને અભિમાન કરીએ છીએ , તમે પ્રગતિ કરતા રહો અને આગળ વધતા રહો એવા અભિવાદન કરતા રહીએ છીએ. 

 દરેક પ્રગતિ થયેલા વ્યક્તિત્વને જોવાનો પ્રયત્ન કરશો તો ઈશ્વર પાછળની અતુલ્ય શક્તિ,  દ્રઢ વિશ્વાસ , અને શ્રદ્ધા પર જ હશે  અને એમનો ભૂતકાળ ચોક્કસ અતિશય કઠોર અને મુશ્કેલી ભર્યો હશે

અને એની  સાક્ષી નું પ્રમાણ મને મારા એક સહ કર્મચારી મિત્ર અને ગિરીશભાઇના પરમ મિત્ર બનાસકાંઠા ના રહેવાસી દ્વારા મળ્યું જેનો મેસેજ એમણે મને whatsapp માં કર્યો હતો એનો સ્ક્રીનશોટ પાડીને મૂકુ છું સાબિતી માટે


બ્રિજેશ કુમાર અરવિંદભાઈ રાવલ, ગેરીતા  ના વિચારે 

ગેરીતા રાવલ પેઢીની વડાની યાદી