આપણા ગેરીતા ગામના રાવલ(તપોધન) ભાઈઓની દીકરી ઓની માહિતી મેળવવા માટે
https://forms.gle/QotsDBvDseThbW7Z8
ફોર્મ ભરવા માટે ઉપરની લિંક કે ફોટા ને ટચ કરો.
ફોર્મ ફક્ત ગુજરાતી ભાષા માં જ ભરવું.
- આ માહિતીમાં ફક્ત આપણા ગેરીતા ગામના રાવલ તપોધન બ્રાહ્મણ ભાઈઓની દીકરીઓની વિશેની માહિતી આપવા બાબત.
- ફોર્મ ભરવાનો સમય ગાળો 1 જુન 2025 થી 30 સપ્ટેમ્બર 2025 સુધી છે જેમાં 90 દિવસનો સમયગાળો છે આ સમયગાળાની અંદર ફોર્મ ભરી દેવું. ત્યારબાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા બંધ થઈ જશે.
- નામની યાદી હવે પછી જ્યાં પણ જરૂર હશે ત્યાં આપણા સમાજ માટે અને આપણા ગેરીતા ગામ ના રાવલ ભાઈઓ માટે જરૂર હશે ત્યારે ફોર્મ ભરેલ યાદી જ આપવામાં આવશે તો ફોર્મ ભરી દેવાની કાળજી લેવી. જો આપ ફોર્મ નથી ભરતાં તો આપના નામ આવશે નહી જેની ખાસ નોંધ લેવી
- માહીતી મેળવવાનું કારણ ભવિષ્યમાં આપણા રાવલ ભાઈઓ તરફથી કોઈને દીકરીઓના કોઈ વ્યવહાર કરવાના હોય કુવાસી ને કંઈ આપવાનું હોય તો આપણા 40 ઘરના ભાઈઓની દીકરીઓની માહિતી સરળતાથી મળી રહે તે માટે.
- માહિતી ભરનારે whatsapp નંબર પોતાનો આપવો દીકરીનો નહીં જેથી કરીને કોઈ અસમંજસ ઊભી ન થાય અને કામ ની પ્રક્રિયા સરળ રહે.
- દીકરી ના લગ્ન થયા હોય કે કુંવારી હોય માહિતી ભરવી ફરજિયાત છે જો દીકરીના લગ્ન થયા હોય તો દીકરીનું અને ફક્ત તેની સાસરીના ગામનું નામ લખવું.
- દીકરી એટલે કોણ તો દીકરી એટલે આપણા ફોઈ, આપણી બહેન કે આપણી દીકરી આ ત્રણેય વ્યાખ્યામાં જે આવતા હોય એનો સમાવેશ દીકરીમાં થાય પછી તે કુંવારી હોય કે પરણેલી.
- એકથી વધારે દીકરી હોય તો એટલા ફોર્મ ભરવાના થશે માની લો કે કોઈને ત્રણ દીકરી છે તો એને ત્રણ ફોર્મ ભરવાના થશે.
- આપ આ ફોર્મ નથી ભરતા તો 40 ઘરના કોઈપણ વ્યક્તિ દ્વારા થતા કુંવાસી માટેના વ્યવહારમાં આપને દીકરી નું નામ ના આવતા પાછળથી કોઈ હકદાઓ કરી શકશો નહીં.
- સહયોગ આપવા માટે ફોર્મ ભરવું ફરજિયાત છે આપની માહિતી આપવી એ આપણા ભાઈઓની સરળતા અને પ્રક્રિયા સરળ બને તે માટે છે. જેથી ફોર્મ ભરીને સહયોગ આપવો.
- એકવાર ફોર્મ ભરાયા પછી સબમિટ બટનને ટચ કરો ત્યારે ફોર્મ ભરાયા નો મેસેજ તમને જોવા મળશે તે જોઈ લેવો જેથી કરીને એકનું એક ફોર્મ એકનું એક નામ વારે વારે રીપીટ ન થાય. અને કાર્ય સરળ રહે.
- આજના ડિજિટલ સમય પ્રમાણે પરિવર્તન લાવવું જરૂરી છે જેથી આપનો સહકાર અને સાથ મળે એ પણ જરૂરી છે.