Home

chalti patti

"મારા ગેરીતાના રાવલ તપોધન ભાઈઓ આ વેબસાઈટમા આપનુ સ્વાગત છે. "

Labels

translate in your language /બ્લોગ ની ભાષા બદલો

"મારી પાસે જે વિગત છે તે મેં મુકેલી છે જો એમાં કઈ બદલાવ હોય તો સાચી માહિતી આપીને મદદ કરવી,માહિત માટેનું ફોર્મ અને વિગત માટેનું ફોર્મ ઉપર આપેલું છે. "

Thursday, 5 December 2024

રત્તી ભાર

 


*'રત્તી' આ શબ્દ આપણે ઘણી જગ્યાએ સાંભળીએ છીએ. જેમ કે, 'તેને તો રત્તીભાર પણ પરવા નથી', 'તમને રત્તીભાર પણ શરમ ન આવી..??', 'તેનામાં તો રત્તીભાર પણ અક્કલ નથી.' વગેરે...વગેરે.*

  

     *તો ચાલો, આજે આપણે આ 'રત્તી' શું છે તેની સમજ મેળવીએ.*


     *તમને જાણીને આશ્ચર્ય થશે કે 'રત્તી' એક પ્રકારના વનસ્પતિના બીજ છે..!! જે મોટાભાગે પહાડો પર અને વગડામાં વાડ પર જોવા મળે છે. આ બીજ વટાણાની સીંગમાં જેમ વટાણાના દાણા ગોઠવાયેલા હોય છે એમ ગોઠવાયેલ હોય છે. આ બીજ બે પ્રકારના હોય છે. જેમાં એક જાતમાં બીજ સંપૂર્ણ લાલ અને માથાનો છેડો કાળો હોય છે. જ્યારે બીજી જાતમાં બીજ સંપૂર્ણ સફેદ અને માથાનો છેડો કાળો હોય છે.*


    *શું હજુ પણ તમે આ 'રત્તી' ને ન ઓળખી..!?! તો સાંભળો, આ 'રત્તી' એ બીજુ કંઈ નહી પણ 'ચણોઠી' છે..!!*


    *પૂર્વ કાળમાં માપવાનું-તોલવાનું કોઈ પ્રમાણભૂત માપ નહોતું ત્યારે સોના જેવી ધાતુ અને ઘરેણાં તોલવા માટે આ 'રત્તી' એટલે કે 'ચણોઠી' નો ઉપયોગ કરવામાં આવતો હતો..!!*


    *સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ 'રત્તી' એટલે કે 'ચણોઠી' ની સીંગ ગમે તેટલી પાકી જાય છતાં પણ તેની અંદર ગોઠવાયેલ દરેક 'રત્તી' નું વજન એક સમાન 121.5 મિલિગ્રામ (એક ગ્રામનો લગભગ 8 મો ભાગ) જ રહે છે...!!*


    *મતલબ કે વજનમાં સાવ થોડું અને સમાન હોવાના વિશિષ્ટ ગુણના કારણે તોલમાપમાં તેનો ઉપયોગ થવા લાગ્યો. એવી જ રીતે કોઈ વ્યક્તિમાં કોઈ ગુણ, કર્મ કે સ્વભાવને પ્રમાણિત રીતે વ્યકત કરવાનું એક માપ બની ગઈ આ 'રત્તી-ચણોઠી'.*


    *આમ, રત્તીભાર એટલે થોડુંક જ.*


    *ઘણીવાર લોકો દાળ-શાકમાં ઉપરથી મીઠું નાંખે છે. જૂના જમાનામાં આ રીતે મીઠું નાંખવા માટે કહેતા 'રત્તીભાર મીઠું આપજો.' આજે 'રત્તીભાર' શબ્દનું પ્રચલન ખૂબ ઘટી ગયું છે. છતાં કહેવતો રૂપે તો આજે પણ 'રત્તી' વ્યવહારમાં છે.*


     *જેમ કે...*


    *'રત્તીભાર કરેલું સત્કર્મ એક મણ પુણ્ય બરાબર છે.'*


     *'હું રત્તીભાર જૂઠું નથી બોલતો.'*


    *'આ ઘરમાં મારું રત્તીભાર પણ મૂલ્ય નથી.' વગેરે... વગેરે.*


    *તમને જાણીને આશ્ચર્ય થશે કે જે 'રત્તી' એક વનસ્પતિનું બીજ છે. જે 'રત્તી' ભાષા વ્યવહારની શોભા વધારે છે. એ 'રત્તી' તોલમાપનો એક પ્રાચીન એકમ છે...!! ઘણા ખરા અંશે સુવર્ણ કલાકાર (સોની) આ માપનો ઉપયોગ કરતા હોય છે.*


    *જૂના માપતોલ જોઈએ...*


  *- 8 ખસખસ = 1 ચોખો.*

  *- 8 ચોખા = 1 રત્તી.*

  *- 8 રત્તી = 1 માશા.*

  *- 4 માશા = 1 ટંક.*

  *- 12 માશા = 1 તોલો.*

  *- 5 તોલા = 1 છટાંક.*

  *- 16 છટાંક = 1 સેર.*

  *- 5 સેર = 1 પંસેરી.*

  *- 8 પંસેરી = 1 મણ.*


*(ઉપરોક્ત માપ હિંદીમાંથી અનુવાદ કરીને લખ્યા છે.)*


    *જો કે ઉપરોક્તમાંથી મોટાભાગના માપ વિસરાઈ ચૂક્યા છે. પરંતુ તેમાંથી 'રત્તી' અને 'તોલા' માપનો ઉપયોગ આજે પણ થાય છે.1 'રત્તી' નો મતલબ 0.125 ગ્રામ થાય છે. 11.66 ગ્રામ એટલે 1 તોલો. જો કે આજકાલ 1 તોલાને 10 ગ્રામ તરીકે ઓળખવાનું પ્રચલન છે.*


   *ઉપરોક્ત દર્શાવેલ માપમાં 'રત્તી' ખૂબ પ્રચલિત થઈ કારણ કે તે પ્રાકૃતિક રૂપે મળે છે. 'રત્તી' ને 'કૃષ્ણલા' કે 'રક્તકાકચિંચી' નામથી પણ ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેને 'ગુંજા' તરીકે પણ ઓળખે છે.*


   *આ 'રત્તી-ચણોઠી' ની ખાસિયત એ છે કે તે આકારમાં નાના-મોટા નથી હોતા. તે સમાન આકાર-માપના હોય છે. દરેક બીજનું વજન પણ સમાન જ હોય છે. જેને આપણે કુદરતની કમાલ જ કહી શકીએ...!!*


    *સુવર્ણ કલાકાર (સોની) પૂર્વ સમયમાં ઉપર જણાવેલ પ્રાકૃતિક ગુણને કારણે તોલમાપના રૂપમાં આ 'રત્તી-ચણોઠી' બીજનો ઉપયોગ કરતા હતા.*


    *'રત્તી- ચણોઠી' બીજ ઝેરી હોય છે. તેને ખાવામાં આવતા નથી.*


      *💐💐💐*

ગેરીતા રાવલ પેઢીની વડાની યાદી